ઝટકો! આ ગ્રાહકો બેંકમાં Current account નહીં ખોલાવી શકે, જાણો RBIએ કેમ ભર્યું આટલું કડક પગલું
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગુરુવારે બેંકોને જે ગ્રાહકોએ કેશ લોન લીધી છે કે ઓવરડ્રાફ્ટ (Overdraft)ની સુવિધા લીધેલી છે તેમના માટે ચાલુ ખાતા(Current account) ખોલાવવા પર રોક લગાવી દીધી છે. RBIએ ભારપૂર્વક કહ્યું કે આ મામલે અનુશાસનની જરૂર છે. એક નોટિફિકેશનમાં આરબીઆઈએ કહ્યું કે નવા ચાલુ ખાતા ખોલવાની સરખામણીમાં તમામ લેવડદેવડ કેશ લોન (Cash loan) કે ઓવરડ્રાફ્ટ ખાતા દ્વારા થવી જોઈએ.
મુંબઈ: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગુરુવારે બેંકોને જે ગ્રાહકોએ કેશ લોન લીધી છે કે ઓવરડ્રાફ્ટ (Overdraft)ની સુવિધા લીધેલી છે તેમના માટે ચાલુ ખાતા(Current account) ખોલાવવા પર રોક લગાવી દીધી છે. RBIએ ભારપૂર્વક કહ્યું કે આ મામલે અનુશાસનની જરૂર છે. એક નોટિફિકેશનમાં આરબીઆઈએ કહ્યું કે નવા ચાલુ ખાતા ખોલવાની સરખામણીમાં તમામ લેવડદેવડ કેશ લોન (Cash loan) કે ઓવરડ્રાફ્ટ ખાતા દ્વારા થવી જોઈએ.
જો કે આરબીઆઈએ એ ન જણાવ્યું કે આ પગલાં પાછળનું કારણ શું છે. નોંધનીય છે કે 4000 કરોડ રૂપિયાથી વધુના પીએમસી સહકારી બેંક કૌભાંડ કેસમાં અનેક ખાતા ખોલાયા હોવાની જાણકારી મળી હતી. અધિકારીઓનું કહેવું છે કે આ વ્યવસ્થા સાથે જો ફ્રોડ થતું હતું, ગડબડી થતી હતી તેના પર હવે અંકૂશ લાગશે. તેનાથી હવે જમાકર્તાઓના ધનનું સંરક્ષણ થઈ શકશે.
રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે ગુરુવારે કહ્યું કે કરજ અનુશાસન માટે ઉપરોક્ત પગલું ભરવું જરૂરી છે. તેમણે કહ્યું કે કરજદારો દ્વારા અનેક ખાતાના ઉપયોગને લઈને ચિંતા વ્યક્ત કરાઈ રહી છે. જેને જોતા અનેક બેંકો પાસેથી લોનની સુવિધા લેનારા કરજદારો દ્વારા આવા ખાતા ખોલવા અંગે અગમચેતના પગલાં લેવા જરૂરી છે.
આરબીઆઈના જણાવ્યાં મુજબ ચાલુ ખાતા ખોલવાને લઈને બેંકોએ અનુશાસન રાખવાની જરૂર છે. કોઈ પણ બેંક એવા ગ્રાહકોના ચાલુ ખાતા ખોલી નહીં શકે જેમણે બેંકો પાસેથી લોન કે ઓવરડ્રાફ્ટ તરીકે કરજ સુવિધા લીધી છે. આ ગ્રાહકોના તમામ લેવડદેવડ CC/OD OD દ્વારા થઈ શકે છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube